SuratDarpan ગુજરાત

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સીન્ધુ ભવન ફ્લાય ઓવર બ્રીજ અને સાણંદ જંકશન બ્રિજનું એ લોકાર્પણ કર્યું, લોકોને હવે ટ્રાફિકમાં રાહ નહિ જોવી પડે

અમદાવાદ :  સરખેજ-ગાંધીનગર હાઈવે ઉપરથી પસાર થતા રાહદારીઓને સિંધુ ભવન રોડ ચાર રસ્તા પાસે ભયાનક ટ્રાફિકમાં કલાકો સુધી ફસાવું પડતું હતું, જેમાંથી આજે લોકોને રાહત મળવાના સમાચાર મળી રહ્યા છે, તેવી જ રીતે હાઈવે પર સાણંદ સર્કલ ફ્લાય ઓવરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે એ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાની, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહીત 100 જેટલા લોકોની હાજરીમાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
        સરખેજ – ગાંધીનગર હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોનો માથાનો દુખાવો એટલે ટ્રાફિક અને તેના દ્વારા થતા અકસ્માતો, તેનાથી છુટકારો મેળવવા માટે રૂપિયા 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બે ફ્લાય ઓવર બ્રીજ જેવા કે સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રીજ અને સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રીજ નું સિંધુભવન ચાર રસ્તા પાસે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં સીએમ વિજય રૂપાણી નાયબ સીએમ નીતિન પટેલ સહીત અનેક મહાનુભાવો ની હાજરીમાં આજે સોમવારે સવારે કરવામાં આવ્યું હતું. તેવીજ રીતે લોકોને ટ્રાફિકના રાહત આપવા માટે નેશનલ હાઈવે 147 પર ચીલોડાથી સરખેજ – ગાંધીનગર હાઈવેના 44 કી.મી ની લંબાઈના માર્ગને ફોર લેનમાંથી સિક્સ લેનમાં રુપાન્તરિત કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. આ 44 કી.મીના માર્ગ પર આવતા ચાર રસ્તાઓ ઉપર લગભગ 11 જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની દેખરેખમાં હાથ ધરવામાં આવી છે. તેનું પણ આવનારા સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

Related posts

“Play At Home” વિષય પર ચિત્ર સ્પર્ધા અરવલ્લીની સ્પર્ધા 23 નવેમ્બર થી 11 ડિસેમ્બર ૨૦૨૦ રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા 19 ડિસેમ્બર ના રોજ યોજાશે.

Surat Darpan

24 કલાકમાં ભારતમાં 46,791 નવા કોરોના દર્દીઓ

Surat Darpan

દિવાળી ના તહેવારો માં  પરવાનગી વિના દુકાનો/લારી-ગલ્લાવાળા  દારુખાનાનો કે ફટાકડાનો વેપાર કરી શકશે નહી

Surat Darpan

Leave a Comment