SuratDarpan ગુજરાત સુરત

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાની તબિયત લથડી? ઓક્સિજન લેવામાં તકલીફ પડતા ICUમાં ખસેડાયા

સુરત :  કોરોના પોઝિટિવ આવેલા શહેરના મેયર ડો.જગદીશ પટેલને શનિવારે રાત્રે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મેયરને પોતાનું ઓક્સિજન લેવલ ઘટ્યું હોવાનું લાગતા મહાવીરમાં દાખલ થયા છે. તેઓને હોસ્પિટલમાં આઇસીયુમાં રાખવામાં આવ્યા છે તેમજ હાલ મેયર જગદીશ પટેલની તબિયત સ્વસ્થ છે.

તકેદારીના ભાગ રૂપે હોસ્પિટલમાં દાખલ થયા છે. થોડા દિવસ પહેલા જ સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલને શરદી અને ખાંસી થતા તેઓએ ટેસ્ટ કરાવ્યો હતા. તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ એમને ગાઈડલાઈન મુજબ હોમ આઇસોલેટ થવાનું નક્કી કર્યું હતું. તેમનો 24મી નવેમ્બરના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Related posts

મહેસાણા કોર્ટમાં કર્મચારીને કોરોના પોઝેટિવ આવતા કામકાજ બંધ કરાયું , સંકુલને સેનેટાઈઝ કરાયું

Surat Darpan

વિદેશી હૂંડિયામણ માં રેકોર્ડ વધારો, 551.505 અબજ ડોલર ની વિક્રમ સપાટી પર

Surat Darpan

દુનિયાની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી; બ્રિટને ફાઈઝરને એપ્રુવલ આપી

Surat Darpan

Leave a Comment