કોરોના મહામારી વચ્ચે તેની વેક્સિનને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. દુનિયાની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. બ્રિટન સરકારે ફાઈઝરને કોરોનાની વેક્સિન તરીકે મંજૂરી આપી દીધી છે.
અમેરિકા ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએનટેકની જોઇન્ટ કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 95 ટકા અસરકારક સાબિત થઈ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે વેક્સિન ઉંમરલાયક લોકો પર અસરકારક રહી છે. તેની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. ફાઈઝર ડિસેમ્બર સુધી વેક્સિનના 5 કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના ધરાવે છે.
ફાઈઝરના ફેઝ-3માં ટ્રાયલમાં આશરે 44 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી 170 લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. તેમાંથી 162 દર્દી એવા હતા કે જેમને વેક્સિન નહીં પણ પ્લેસિબો આપવામાં આવી હતી.