સુરત : સમગ્ર દેશ-દુનિયા હાલ કોરોનાની મહામારીના કારણે ત્રસ્ત બન્યું છે.ત્યારે ભારતમાં પણ માર્ચ મહિનાથી સતત આ મહામારી લોકોના જીવન પર માઠી અસર પહોંચાડી રહ્યું છે.તેવા સમયે વધુ ઘેરી અસર લોકોની આર્થિક સ્થિતિ પર પડી છે. કારણ કે લોકડાઉન દરમ્યાન અને ત્યાર બાદ પણ હજુ લોકોની ગાડી પાટે ચડી નથી અને તેમાંથી વકીલો પણ બાકાત નથી કારણે કે, ઘણા લાંબા સમયથી ફિજિકલ રીતે કોર્ટ બંધ હોઈને વકીલોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફીઝીકલ કોર્ટ શરુ થાય અને વકીલોને 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે તેવી માંગ સાથે સુરતમાં કોર્ટ કેમ્પસમાં બુધવારે વકીલોએ એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો. જો કે મંજુરી વિના જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા વકીલોની પોલીસે અટકાયત કરી હતી.
બુધવારે સવારે કોર્ટ કેમ્પસમાં વકીલો એકત્રિત થયા હતા અને પ્રતીક ઉપવાસ કરવાના ધ્યેય સાથે તેમનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જોકે, તેમના આ વિરોધ પ્રદર્શન દરમ્યાન વકીલોની પાંખી હાજરી જોવા મળી હતી.વકીલોએ જણાવ્યું હતું કે, આ અગાઉ પણ સરકાર સમક્ષ અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી. રજૂઆત કરાઈ હતી. અમારી માંગ પર સરકાર કોઈ નિર્ણય નહીં કરે તો અમે હજુ આંદોલન કરીશું.