SuratDarpan રાષ્ટ્રીય

કોહલી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપથી 12 હજાર રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બન્યો

નવી દિલ્હી :  ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 12 હજાર રન, બનાવનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. કોહલીએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચમાં આ સિધ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ આ સિદ્ધિ 23 રન બનાવતાંની સાથે કરી હતી. કોહલી આ મેચમાં 63 રન બનાવીને જોસ હેઝલવુડનો શિકાર બન્યો હતો.
 કોહલીના નામ પર હવે 12040 રન થઈ ગયા છે. આ સ્થિતિમાં કોહલીએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ  છોડી દીધો હતો. સચિને 309 મેચની 300 મી ઇનિંગ્સમાં 12,000 નો આંકડો સ્પર્શ્યો હતો. જ્યારે વિરાટે આ સિદ્ધિ, 251 મેચની 242 મી ઇનિંગમાં કરી હતી. રિકી પોન્ટિંગ આ યાદીમાં ત્રીજા નંબરે છે. પોન્ટિંગે 323 મેચની 314 ઇનિંગ્સમાં 12 હજાર રન બનાવ્યા હતા.
શ્રીલંકાના કુમાર સંગાકારા હાલમાં 9 359 મેચની 6 336 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરવા માટે સૌથી ઝડપી 12 હજાર રનની દ્રષ્ટિએ ચોથા ક્રમે છે.

Related posts

રૂ. 34 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ત્રણ મુખ્ય સુત્રધારને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ

Surat Darpan

એસ.ડી.જૈન સ્કૂલમાં ફી ને લઈને વાલીઓએ મચાવ્યો હોબાળો

Surat Darpan

કોરોના ઈફેક્ટ : ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ કેસો 55,822 સામે આવ્યા તેમાથો 40,365 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી

Surat Darpan

Leave a Comment