SuratDarpan ગુજરાત સુરત

સુરતના પાંડેસરામાં દસ વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા, રેપની શંકા

પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાંથી બપોરે ગુમ થયેલી 10 વર્ષીય બાળકીની બે નરાધમે અપહરણ કરી તેની હત્યા કરી હતી.

ઉધના :  ઉધનાના વિજયાનગરમાં મનીષ (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. તેમનો ભાઈ પાંડેસરામાં ભેદવાડના પ્રેમનગરમાં રહે છે. મનીષ અને તેની પત્ની મજૂરીકામ કરતાં હોવાથી દીકરો અને 10 વર્ષીય દીકરી નેહા(નામ બદલ્યું છે)ને તેમના ભાઈના ઘરે પ્રેમનગરમાં રાખતાં હતાં. સોમવારે બપોરે નેહા ગુમ થઈ હતી. પરિવારે તેની શોધખોળ કરી, પરંતુ તે મળી ન હતી. રાત્રે આશરે 9 વાગે પાંડેસરા પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવી કેમેરા જોયા ત્યારે તે નેહા કોઈની સાથે જતી દેખાઈ હતી. જેની સાથે જતી દેખાઈ તે દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણેને પોલીસે ઓળખી લીધો હતો. તે પણ પ્રેમનગરમાં રહે છે. લોકોએ જ પ્રદીપને પકડી પોલીસને સોંપ્યો હતો. દિનેશે પોલીસ પાસે કબૂલી લીધું કે તેણે બાળકીને મારી લાશ ઝાડીમાં ફેંકી દીધી છે. તેથી રાત્રે 10 વાગે પોલીસ આરોપીને લઈ નેહાના મૃતદેહ પાસે પહોંચી હતી. આરોપીએ બાળકી સાથે બળાત્કાર કરીને તેના માથામાં પત્થર મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી. તેણે કબૂલાત કરી કે તેની સાથે આનંદ નામનો યુવક પણ હતો. પોલીસે આનંદને પકડી લીધો છે. અધિક પો.કમિશનર મુલિયાનાએ જણાવ્યું હતું કે,દુષ્કર્મ થયું હોય તેવું હાલ કહી શકાય નહીં.

લોકોમાં આરોપીઓ પ્રત્યે ભારે રોષની લાગણી
લોકોમાં આરોપીઓ પ્રદીપ અને આનંદ પ્રત્યે ભારે રોષ છે. લોકોએ જ આરોપીઓને પકડીને પોલીસને સોંપ્યા હતા, પરંતુ ત્યારે લોકોને ખબર ન હતી કે બંનેએ બાળકી સાથે બળાત્કાર કરીને મારી નાખી છે. લોકોને આ વાતની ખબર પડતાં લોકોમાં આરોપીઓ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો

નરાધમ દિનેશે બાળકીને નાસ્તો પણ કરાવ્યો હતો
ભેદવાડ દરગાહ પાસે નાસ્તાની દુકાનના સીસીટીવી કેમેરામાં દેખાયું કે દિનેશે બાળકીને બપોરે 2.56 મિનિટે નાસ્તો અપાવી સાથે લઈ ગયો હતો.

2 આરોપીને બીજા પોલીસ મથકે લઈ જવાયા
પાંડેસરા પોલીસ મથકથી પ્રેમનગર માત્ર એક કિમી છે. લોકોમાં ભારે રોષ હોવાથી લોકો પોલીસ સ્ટેશને આવી શકે એવી સંભાવના હોવાથી પોલીસ બંને આરોપીને મધરાત્રે અન્ય પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

Related posts

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1390 થી વધુ પોઝીટીવ કેસ અને 11 ના મોત, કુલ 1,37,394 કેસ

Surat Darpan

રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી માસ્ક વગર નીકળનાર ને રૂપિયા 1000/- નો દંડ ભરવો પડશે, હાઈકોર્ટના હુકમ બાદ રાજ્ય સરકારે દંડની રકમ વધારી

Surat Darpan

સુરતના કતારગામમાં ફટાકડા વેચતી લારીમાં ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

Surat Darpan

Leave a Comment