SuratDarpan સુરત

સુરતના પુણામાં આયુર્વેદા સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું,

પુણા પોલીસે આઈમાતા ચોક સ્થિત અભિલાષા હાઈટસમાં સોનોગ્રાફી સેન્ટરની બાજુમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડવામાં આવ્યું હતું. સ્પાના મેનેજરની ધરપકડ કરી હતી. જયારે સંચાલક દંપત્તિને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મેનેજર અન્ય સ્થળે પણ સ્પા ચલાવતો હતો
મળતી માહિતી પ્રમાણે, પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળેલા મેસેજના આધારે પુણા પોલીસે ગતસાંજે એક ડમી ગ્રાહક સ્પામાં મોકલી ખરાઈ કરી હતી. ત્યારબાદ આઈમાતા ચોક સ્થિત અભિલાષા હાઈટસમાં કુંજન સોનોગ્રાફી સેન્ટરની બાજુમાં આવેલા આયુર્વેદા સ્પામાં છાપો માર્યો હતો. પોલીસને સ્પામાંથી બે મહિલા મળી આવી હતી. તેમની પૂછપરછના આધારે પોલીસે ત્યાં મેનેજર તરીકે નોકરી કરતા સ્મીત સંજયભાઈ પટેલ ( ઉ.વ.21) ને તેમના આઈમાતા રોડ રાજમંદિર પેલેસ સ્થિત બીજા સ્પા ખાતેથી લાવી પૂછપરછ કરાઈ હતી.

મસાજ કરાવવાના બહાને ગ્રાહકને શરીરસુખ માણવા માટે સવલતો પુરી પાડતા
સ્પાના મેનેજરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સ્પાનું સંચાલક કતારગામ ખાતે રહેતું દંપત્તિ સોનલબેન-અજયભાઈ મેઘવાણી છે. તેઓ સ્પામાં મસાજ કરાવવાના બહાને ગ્રાહકને શરીરસુખ માણવા માટે સવલતો પુરી પાડતા હતા. ગ્રાહક પાસેથી 1000 લઈ મહિલાને 500 આપતા હતા. પુણા પોલીસે સ્પામાંથી રોકડા 2340 રૂપિયા, 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરી મેનેજર સ્મીત પટેલની ધરપકડ કરી હતી અને મેઘવાની દંપત્તિને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દેશ માં કોરોના થી સ્વસ્થ થવાનો દર 87.56 % થયો

Surat Darpan

WADA monitoring coronavirus-hit areas for dope test gaps

cradmin

દેશમાં 8,78,72,093 નમૂનાઓનું પરીક્ષણ : ભારતીય તબીબી સંશોધન પરિષદ

Surat Darpan

Leave a Comment