SuratDarpan સુરત

હું ચમત્કારી પરિણામમાં નહીં પરંતુ કઠોર પરિશ્રમ દ્વારા મળેલી સફળતા માનું છું: પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ

પેજ પ્રમુખ અને પેજ કમિટીના સભ્ય બનાવનાર સુરતના નામાંકિત ડોક્ટરનો આભાર વ્યક્ત કરતાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ

◆ પેજ કમિટીના આ કાર્યક્રમમાં સુરત શહેરના નામાંકિત ડોક્ટરો મોટી સંખ્યામાં હાજર રહયાં

◆ સંગઠનને વેંગવંતુ બનાવનાર પેજ કમિટીની પ્રેરણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબે આપી છે : સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા

સુરત : જો પાર્ટીને મજબૂત બનાવવી હોય તો પેજ કમિટી અનિવાર્ય છે તેવું સૂત્ર આપનાર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતા માં આજે સુરત શહેરના નામાંકિત ડોક્ટરોનું એક કાર્યક્રમ સુરત ખાતે યોજાયો હતો.
પેજ પ્રમુખ અને પેજ કમિટી બનાવનાર સુરત શહેરના નામાંકિત ડોક્ટરોનું સુરત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટરોને સંબોધન કરતાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે જણાવ્યું કે પાર્ટીને મજબૂત કરવી હોય તો પેજ કમિટીની રચના ખૂબ અનિવાર્ય છે. ચૂંટણીમાં ધાર્યું પરિણામ મેળવવું હોય તો તે પેજ કમિટીના આધારે જ મેળવી શકાય છે.એટલા માટે જ ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દ્વારા તમામ શહેર અને જિલ્લામાં પેજ કમિટીનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પેજ કમિટીના અભિયાનમાં સહકાર આપીને આ અભિયાનને વેંગવંતુ બનાવવા બદલ આ તબક્કે હું શહેરનાં નામાંકિત ડોક્ટરોનું આભાર માનું છું.
વધુમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, હાલમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય સફળતા મળી હતી. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિધાનસભા પેટાચૂંટણી તમામ ૮ બેઠકો કબજે કરવામાં ભાજપા ને સફળતા મળી હતી તેનું જો કોઈ એક માત્ર કારણ હોય તો આ પેજ કમિટી છે. પેજ કમિટી થકી ભાજપના કાર્યકર્તાઓ દરેક મતદારોના ઘર ઘર સુધી પહોંચે છે અને જેના કારણે જ આટલું સારું પરિણામ પ્રાપ્ત થયું છે. કોંગ્રેસના સુવર્ણકાળમાં પણ ડાંગ અને કપરાડાની બેઠક પર ક્યારે પણ કોંગ્રેસને આટલી મોટી લીડ મળી ન હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીને ઇતિહાસમાં પહેલી વખત ડાંગ અને કપરાડામાં આટલી મોટી લીડ મળી છે.
આ સફળતા પેજ કમિટીને આભારી છે.નવસારી લોકસભાની 2019 ની ચુંટણી માં સૌથી વધુ લીડ નવસારી લોકસભાને મળી છે. એટલું જ નહીં વર્ષ ૧૯૫૦ થી અત્યાર સુધી જેટલી પણ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ તેમાં સૌથી વધુ લીડ નવસારી લોકસભાને વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં મળી હતી તે પણ પેજ કમિટીની રચનાને આભારી છે. આથી જ જો પાર્ટીને મજબૂત બનાવવી હોય તો સમગ્ર ગુજરાતમાં પેજ કમિટી અનિવાર્ય છે અને એના માટે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં પેજ કમિટીનું આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જીવનમાં કોઈ પણ સફળતા ચમત્કારીક હોય તો તે કાયમી નથી હોતી. હું ક્યારેય પણ ચમત્કારિક પરિણામમાં માનતો નથી પરંતુ મહેનત થકી મળેલાં અપેક્ષિત પરિણામમાં જ માનું છું.એ સફળતા જ ખરી સફળતા છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સુરત શહેરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાએ જણાવ્યું કે આખા ગુજરાતમાં પેજ સમિતિની પ્રેરણા જો કોઇએ આપી હોય તો તે આપણા આદરણીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબે આપી છે. સાહેબની પ્રેરણાથી જ આખા ગુજરાતમાં પેજ સમિતિનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનમાં સુરત શહેરના નામાંકિત ડૉક્ટરોએ પણ જે સહકાર આપ્યો છે તે પ્રશંસનીય છે. જે બદલ સુરત શહેરના નામાંકિત ડોક્ટરોનું આભાર વ્યક્ત કરી ઋણ સ્વીકાર કરું છું.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ આઇ.એમ.એના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતિ ડોક્ટર પારુલ બેન વડગામાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ર્ડો. મુકુલ ચોકસી, ડોક્ટર નિર્મલ ચોરડિયા, ડોક્ટર અનિલ ગોસ્વામી, ડોક્ટર મધુકર પરીખ, ડોક્ટર વઘાસિયા ડોક્ટર સંજીવ વ્યાસ, ડોક્ટર ધીરેન મહિડા, નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલા સહિતના શહેરનાં નામાંકિત ડૉક્ટરો આ તબક્કે ઉપસ્થિત રહયા હતા.

Related posts

અક્ષય કુમાર ની ફિલ્મ લક્ષ્મી બોમ્બ નું નામ, લક્ષ્મી રાખ્યા બાદ નવું પોસ્ટર રીલીઝ થયું

Surat Darpan

સુરતના પાંડેસરામાં મનપા સફાઈ કર્મચારી હિંસક હુમલો : હાલત ગંભીર

Surat Darpan

Govt lifts ban on 2 Malayalam news channels over Delhi riots coverage: Report

cradmin

Leave a Comment