SuratDarpan ગુજરાત સુરત

સ્વામિનારાયણ ગુરૂકુળમાં 23 વર્ષથી ચાલતી અંખડ ધૂનના 2 લાખ કલાક પૂર્ણ થતાં મહામંત્ર મહોત્સવ,

સુરત : વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકૂળમાં ત્રિવેદીનાત્મક સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ ચાલી રહ્યો છે. વેર રોડ સ્વામિનારાયણ ગુરુકુળ સુરતમાં ચાલતી અખંડ ધૂનને બે લાખ કલાક પૂર્ણ થયા છે. આ ધૂન છેલ્લા 23 વર્ષથી દિવસ-રાત અખંડ ચાલે છે જેમાં પાંચ હજારથી વધુ મહિલા તેમજ પુરુષ ભક્તો ભાગ લઇ ચૂક્યા છે. આ ઉજવણીના ભાગ રૂપે અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રભુ સ્વામિના જણાવ્યા અનુસાર વેડરોડ સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં ત્રિવેદીનાત્મક સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવનો પ્રારંભ થયેલ છે. જેમાં 200 સ્ક્વેર ફૂટના સ્વામિનારાયણ મહાગ્રંથનું પૂજન થઈ રહ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ અને તેની 42 શાખાઓના મહંત સ્વામિ દેવકૃષ્ણદાસજી સ્વામી દરરોજ પાંચ કલાક સ્વામિનારાયણ મંત્ર લેખન કરી લાખો મંત્ર લખી મંત્ર સાક્ષાત્કારને પામેલા સંતે લખેલ મંત્ર પોથીઓનું પૂજન સંતો કરી રહ્યા છે.

ભગવાન સ્વામિનારાયણની સન્મુખ અન્નકૂટ નિવેદન કરાયેલ છે. કાઠીયાવાડી ગુજરાતી પંજાબી બંગાળી વગેરે આ અન્નકૂટ સાંખ્ય યોગી મહિલાઓ એ જ બનાવેલ છે. બનાવનારા સાંખ્ય યોગી મહિલાઓ આજીવન મીઠાઈ નહીં જમવાનું નિયમ રાખી રહેલા હોવા છતાં ભગવાનને માટે પોતાની કળાને નિવેદિત કરી ધન્યતા અનુભવતા હોય છે.

જલાભિષેક યજ્ઞ તેમજ સવારમાં ભક્તિ મહિલા મંચનું આયોજન કરાયેલું છે. જેમાં પ્રેમવતી મહિલા સંસ્કાર મંદિરના સાંખ્યયોગી મહિલા ભક્તોના પ્રવચનનો તેમજ બપોર પછી ગુરુકુળના સંતોના પ્રવચનો યોજાશે. જેનો લાભ સૌ ઓનલાઈન ઘર બેઠા લઈ શકે છે. આ પ્રસંગે 50 ફૂટ ઊંચી વિરાટ મંત્ર જ્યોતનું પ્રાગટ્ય કરવામાં આવેલ. જેનું સમાપન તારીખ 9 શનિવાર એકાદશીની સાંજે કરવામાં આવશે.

Related posts

કુબેર ભંડારીના મંદિરને સરકારના આદેશ બાદ ખુલ્લું મુકવામાં આવ્યું, સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દર્શન કરી શકાશે

Surat Darpan

સુરત : વરાછા બેન્ક દ્વારા 5200થી વધુ લાભાર્થીઓને રૂ.42 કરોડના ચેકો અપાયા

Surat Darpan

સુરત : વરાછામાં શાકભાજી વેચતી મહિલાઓ રડી પડી.

Surat Darpan

Leave a Comment