SuratDarpan ગુજરાત સુરત

આગામી દિવસોમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધશે

સુરત: (Surat) સુરત શહેરમાં ગત અઠવાડિયે ઠંડી વિદાય લઈ રહી હોય તેમ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગે ઠંડીના (Winter) વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ઉત્તરનો પવન ફૂંકાતા ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આવનારા થોડાક દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ઠંડીનો ચમકારો અનુભવાશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર તરફ આગામી 22 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. તેની અસરને કારણે શહેરમાં ફરી ઠંડીની અનુભૂતિ થઈ રહી છે. આગામી બે દિવસ બાદ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની સંભાવના છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન આંશિક ઘટાડા સાથે ૨૯.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે રાતનુ તાપમાન એક ડીગ્રી ઘટાડા સાથે ૧૬.૮ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. શહેરમાં આજે દિવસભર હવામા ૪૩ ટકા ભેજની સાથે પ્રતિ કલાક ૬ કિમીની ઝડપે ઉત્તરનો પવન ફૂંકાયો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં વિતેલા બે દિવસથી સતત ઉત્તરના ઠંડા પવન ફૂંકાતા તાપમાનનો પારો ગગડ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ બાદ ફરી ઠંડીનો રાઉન્ડ આવશે. જમ્મુ કાશ્મીર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ એક અસર વર્તાઈ રહી છે. જેને કારણે આગામી ત્રણ ચાર દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. અઠવાડિયાના અંત સુધીમાં શહેરમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે અને તાપમાન નીચું જશે. ત્યારબાદ મહિનાના અંત સુધીમાં ધીમે ધીમે ઠંડી વિદાય તરફ જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

Related posts

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1334 વધુ પોઝીટીવ કેસ અને 17ના મોત, કુલ 1,14,996 કેસ

Surat Darpan

વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એક્સપ્રેસના ડબ્બા છૂટ્ટા પડી જતા એન્જિન આગળ નીકળી ગયુ, ટ્વિટર પર વીડિયો વાઈરલ

Surat Darpan

સુરત શહેર બીજેપીના માળખાની જાહેરાત કરાઈ : તમામ વિધાનસભાને અપાયો ન્યાય

Surat Darpan

Leave a Comment