SuratDarpan ગુજરાત સુરત

ગુજરાત ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત, 13 સભ્યોને સ્થાન

ગાંધીનગર:  ગુજરાત ભાજપના (Gujarat BJP) સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લગભગ તમામ સમાજના પ્રતિનિધિ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પડતા મૂકવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં (Parliamentary Board) પાંચ પટેલ, એક કોળી, એક ઠાકોર, એક દલિત, એક ક્ષત્રિય, એક આદિવાસી અને એક મહિલાનો સમાવેશ થાય છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આજે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની આ નવી ટીમમાંથી બાદબાદી કરવામાં આવી છે. મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મુકાયા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, આર.સી ફળદુનો સમાવેશ કરાયો છે.

1, સી.આર.પાટીલ (પ્રદેશ પ્રમુખ)

૨, વિજય રૂપાણી (મુખ્યમંત્રી)

3, નીતિન પટેલ (નાયબ મુખ્યમંત્રી)

4, પુરુષોત્તમ રૂપાલા

5, આર.સી.ફળદુ

6, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

7, જશવંતસિંહ ભાભોર

8, ભીખુ દલસાણીયા

9, રાજેશ ચુડાસમા

10,કાનાજી ઠાકોર (પૂર્વ મેયર અમદાવાદ)

11,સુરેન્દ્ર પટેલ

12,કિરીટ સોલંકી

Related posts

સુરત શહેર પોલીસે ઉધના વિસ્તારમાં માસ્કનું વિતરણ કર્યું

Surat Darpan

Baaghi 3 box office day 1: Tiger Shroff film is biggest opener of the year despite coronavirus scare, earns Rs 17 cr

cradmin

વ્યાવસાયિક શિક્ષણના એકીકરણ માટેની વિશેષ સમિતિ

Surat Darpan

Leave a Comment