rajkaran SuratDarpan ગુજરાત સુરત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર : કોરોના ગાઈડલાઇન્સના પગલે બે તબક્કામાં થશે મતદાન

ગાંધીનગરઃગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. મહત્વની વાત છે કે કોરોનની પરિસ્થિતિને ધ્યાને લઇ પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરાયું છે.

પરિપત્રમાં ઉલ્લેખ મુજબ તા.21 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જેમાં તા.21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકા અને 28 ફેબ્રુઆરીના રોજ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાનું મતદાન થશે સાથે જ તા. 26 ફેબ્રુઆરી અને તા. 5 માર્ચે મત ગણતરી થશે. જેમાં આજથી જ આચાર સંહિતા લાગુ કરી દેવાય છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા / તાલુકા પંચાયતો અને અન્ય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા. 23-1-2021 ના રોજ ચૂંટણીઓની જાહેરાત થતાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.
ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવાં બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. અરજદાર ઉમેદવારી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવી શકાશે અથવા આયોગની વેબસાઈટ પરથી (download) પણ કરી શકાશે.
આ ચૂંટણીમાં મતદાન સમયે, મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર (EPIC) ૨જુ ક૨વાનું રહેશે પરંતુ વ્યાજબી કારણસર રજૂ કરી શકે તેમ ન હોય તો, સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદા૨, રાજય ચૂંટણી આયોગના તા.26-11-2016 ના આદેશ ક્રમાંક : રાચઆ-ચટણ- સ્થા.સ્વ.-25-112016-K થી નિયત કરેલ ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી શકશે.
રાજય ચૂંટણી આયોગે, આ ચૂંટણી માટેના મતદાનનો સમય સવારે 7-00 વાગ્યાથી સાંજના 6-00 વાગ્યા સુધીનો નકકી કરેલ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે અંગે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવશે. મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણીઓ વીજાણુ મતદાન યંત્રો (EVM) દ્વા૨ા ક૨વામાં આવશે.
મહત્વની વાત છે કે કોરોનની પરિસ્થિતિ ધ્યાને લઇ ચૂંટણી આયોગે બે તબક્કામાં મતદાનનું આયોજન સાથે જ કોરોનની મગરદર્શિકા જાહેર કરવાની પણ જવાબદારી સ્થાનિક આયોગને આપી છે. જેમાં ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, સરકારના અલગ અલગ વિભાગો સાથે પણ ચૂંટણીપંચે બેઠકો કરી કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર સહિતની સુવિધા આપવામાં આવશે.

Related posts

સુરત : વરાછામાં શાકભાજી વેચતી મહિલાઓ રડી પડી.

Surat Darpan

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલશેઃ

Surat Darpan

અખનૂર સેક્ટરમાં પાક સૈનિકો દ્વારા, ડ્રોનથી મોકલવામાં આવેલા શસ્ત્રો મળ્યા

Surat Darpan

Leave a Comment