SuratDarpan ગુજરાત મનોરંજન

ગુજરાતી સિનેમાના સોનેરી ઇતિહાસના સાક્ષી એવા અભિનેતા અરવિંદ જોશીનું નિધન

ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી અને પોતાનું યોગદાન આપનાર એવા અરવિંદ જોશીનું નિધન થયું છે. અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા શર્મન જોશીના પિતા છે. આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે.
અરવિંદ જોશીએ 1975માં આવેલી ફિલ્મ શોલે (Film sholay) માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ. જ્યારે 1969માં આવેલી ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતુ.

તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. આમ તો એમની ઓળખાણ આ નથી છત્તા તેમના સંતાન શરમન જોશી અને માનસી જોશી છે, જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેઓ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે.

Related posts

કંગનાના બંગલા અને ઓફિસ પર, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હથોડો

Surat Darpan

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલશેઃ

Surat Darpan

બારામુલા જીલ્લા માં આતંકી અથડામણ માં આર્મી નો એક મેજર ઘાયલ

Surat Darpan

Leave a Comment