rajkaran SuratDarpan સુરત

કોંગ્રેસમાં ઘમાસાણ: મનપાના વોર્ડ નં.17માં કોંગ્રેસના આ ઉમેદવાર સામે વિરોધ

સુરત: સુરત મનપાની ચૂંટણી (Election) માટે કોંગ્રેસે  52 ઉમેદવારનાં નામ જાહેર કરી દેતાં જ ભડકો થયો છે. ઘણા ઉમેદવારો સામે વિરોધ થવા માંડ્યો છે. તેમાં યુવા કોંગ્રેસની પ્રદેશ બોડીમાં સ્થાન ધરાવતા અને વોર્ડ નં.17ના સીટિંગ કોર્પોરેટર (Corporator) ધીરજ લાઠિયાના નામની જાહેરાતને પગલે કોંગ્રેસી કાર્યકરો દ્વારા જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધીરજ લાઠિયા સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે, જો મોવડી મંડળ દ્વારા ધીરજ લાઠિયાનાં નામ રદ કરવા પુનઃવિચાર નહીં કરવામાં આવે તો વોર્ડમાંથી અસંખ્ય કાર્યકરો સામૂહિક રાજીનામાં આપશે.

કોંગ્રેસ દ્વારા જુદા જુદા વોર્ડનાં જે 52 નામોની જાહેરાત કરવામાં આવી છે, તેમાં 9 સીટિંગ કોર્પોરેટરનાં નામો પણ છે. જો કે, હજુ કોંગ્રેસની આખી પેનલો જ્યાંથી ચુંટાઇ આવી હતી તેવા ઘણા વોર્ડ અને અમુક વોર્ડના એક કે બે ઉમેદવારોની જાહેરાત બાકી રખાઇ છે. કેમ કે, આ વોર્ડમાં પણ કોઇને કોઇ વિવાદ થવાની શક્યતા છે. વોર્ડ નં.16 પુણામાં કોંગ્રેસની આખી પેનલ જીતી આવી હતી. પરંતુ આ વખતે અહીં સીટિંગ કોર્પોરેટર ડો.ચારૂલ કસવાલાએ તો ચૂંટણી નહીં લડવાની અગાઉથી જ જાહેરાત કરી દીધી છે.

Related posts

ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં આગ લાગી, એકનું મોત, 15ને રેસ્ક્યુ કર્યા

Surat Darpan

સુરતમાં એક યુવતીનુ બે પ્રેમી સાથેનુ પ્રેમપ્રકરણ : યુપીના પ્રેમીની, સુરતના પ્રેમી દ્વારા ઘાતકી હત્યા

Surat Darpan

દેશ માં કોરોના થી સ્વસ્થ થવાનો દર 87.56 % થયો

Surat Darpan

Leave a Comment