SuratDarpan મનોરંજન

Bollywood Actor Rajiv Kapoor નું નિધન, `રામ તેરી ગંગા મેલી` ફિલ્મથી મળી હતી ઓળખ

મુંબઈઃબોલીવૂડ એક્ટર ઋષિ કપૂર અને રણધીર કપૂરના ભાઈ રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરી મંગળવારના બપોરે હાર્ટ એકટે આવવાથી નિધન થયું છે. 58 વર્ષીય રાજીવ કપૂરને ચેમ્બુરમાં તેમના ઘરની નજીક સ્થિત Inlaks Hospital લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

પોતાના બંને ભાઈઓની જેમ રાજીવે પણ બોલિવૂડમાં હાથ અજમાવ્યો અને લાંબા સમય સુધી કામ કર્યું. પરંતુ રાજીવની કારર્કિદી ઋષિ કપૂરની જેમ સફળ થઈ ન હતી.તેમની પહેલી ફિલ્મે તેમને રાતોરાત સ્ટાર બનાવ્યો, પરંતુ પછી તેમની કારકિર્દી એટલી ખાસ ચાલી નહીં.

પોતાના પિતા રાજ કપૂરની જેમ રાજીવ કપૂર એક અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક રહી ચૂક્યા હતા. તેમણે પોતોના પિતા રાજ કપૂરની ફિલ્મથી જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ હતી-‘રામ તેરી ગંગા મેલી’. આ ફિલ્મ 1985માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મંદાકિની સાથે રાજીવ કપૂર પહેલી વાર પડદા પર જોવા મળ્યા હતા. આ ફિલ્મને ઉત્તમ સફળતા મળી. રાજીવ પહેલી જ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયા હતા. પરંતુ નસીબજોગે આ પછી તેમની કોઈ પણ ફિલ્મને વિશેષ પ્રતિસાદ મળ્યો નહીં.

રાજીવ આકાશ, મેરા સાથી, લાવા, જબરદસ્ત, લવર બૉય, અંગારે, પ્રીતિ, જલજાલા, હમ તો ચલે પરદેશ, શુક્રિયા, નાગ નાગિન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ કોઈ પણ ફિલ્મમાં સફળતા મળી નહોતી. રાજીવ કપૂરે કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યુ હતુ. તેમણે 1996 માં આવેલી ફિલ્મ પ્રેમગ્રંથ અને 1991 માં આવેલી ફિલ્મ હિનાનું નિર્માણ કર્યું હતું. હિના અને પ્રેમ ગ્રંથમાં ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

પ્રેમગ્રંથ ફિલ્મનું નિર્દેશન પણ રાજીવ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, આ ફિલ્મ વ્યાવસાયિક રૂપે ચાલી નથી. આ સિવાય રાજીવે 1999 માં “આ અબ લૌટ ચલે” નું નિર્માણ પણ કર્યું હતું. આ પછી તેઓ ઇન્ડસ્ટ્રીમાં સક્રિયપણે દેખાયા નહીં.

Related posts

ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે ફરી આગ, 5 દર્દીઓ આગની જ્વાળાઓમાં ભડથું, 1 ની હાલત ગંભીર

Surat Darpan

ઝારખંડ ના કોલસા કૌભાંડ માં દોષિત પૂર્વ મંત્રી દિલીપ રાય ની સજા નો આદેશ 26 ઓક્ટોબર એ આવશે

Surat Darpan

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું પુસ્તકતુલા દ્વારા સ્વાગત સન્માન કરાયું

Surat Darpan

Leave a Comment