rajkaran SuratDarpan ગુજરાત સુરત

લિંબાયત-પરવટના કોંગ્રેસના ઉમેદવાર બે રાજ્યોની મતદાર યાદીમાં નામ ધરાવતા હોવાનો વાંધો ગ્રાહ્ય ન રખાયો

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 લિંબાયત, પરવટ અને કુંભારિયાના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર મહેન્દ્રસિંહ રાજપુરોહિત રાજસ્થાન અને ગુજરાત એમ બે સ્થળો પર મતદાર યાદીમાં નામ ધરાવે છે આથી તેમનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવે તે મતલબનો વાંધો ભાજપાના ઉમેદવાર દિનેશ રાજપુરોહિતે ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવ્યો હતો. જોકે, આ વોર્ડના રિટર્નિંગ ઓફિસરે પ્રાથમિક તપાસના અંતે વાંધો નામંજૂર રાખીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ યથાવત રાખ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારે રાજસ્થાનની મતદાર યાદીમાંથી નામ કમી કરાવ્યું હોવાના પુરાવા રજૂ કર્યા હતાં.

Related posts

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1349 વધુ પોઝીટીવ કેસ અને 17ના મોત, કુલ 1,16,345 કેસ

Surat Darpan

અમદાવાદના નરોડા રેલ્વે ફાટક પાસેની હોટલમાંથી સેક્સ રેકેટ પકડાયું, પોલીસે 3 વ્યક્તિ ને અટકમાં લીધા

Surat Darpan

એસ.ડી.જૈન સ્કૂલમાં ફી ને લઈને વાલીઓએ મચાવ્યો હોબાળો

Surat Darpan

Leave a Comment