સુરતઃગઇ તારીખ 6 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ દિવસે નિર્ધારિત સમય મર્યાદા બાદ આમ આદમી પાર્ટીનો મેન્ડેટ વિલંબથી રજૂ કરનાર લિંબાયત-પરવટ-કુંભારીયાના આપના ઉમેદવારનું ઉમેદવારીપત્ર આજે ચકાસણીની પ્રક્રિયા દરમિયાન રદ કરી દેવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર 18 લિંબાયત-પરવટ-કુંભારિયા વિસ્તારમાંથી ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિંમતભાઇ હીરાલાલ શાહએ ગઇ તા.6 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર રજૂ કરવાની અવધિ બાદ આમ આદમી પાર્ટીનું મેન્ડેટ રજૂ કર્યું હતું. આ બાબત ધ્યાને રાખીને આજે રિટર્નિંગ ઓફીસરે તેમનું ઉમેદવારીપત્ર રદ કરી દીધું હતું.