સુરતઃઆંજણા-ડુંભાલ વોર્ડ નં.19માં અપક્ષ ઉમેદવાર રાકેશ મોદીએ શૌચાલયનું પ્રમાણપત્ર સુરત મહાનગરપાલિકા પાસેથી મેળવીને ઉમેદવારી પત્ર સાથે રજૂ નહીં કરતા ભાજપાના ઉમેદવારોએ રાકેશ મોદીની ઉમેદવારી સામે વાંધો રજૂ કર્યો હતો. રિટર્નિંગ ઓફિસરે આ વાંધાના જવાબમાં અપક્ષ ઉમેદવાર રાકેશ મોદીને પ્રમાણપત્ર મેળવી આપવા સંદર્ભે સોગંદનામું રજૂ કરવા માટે મુદત આપી હતી.
જોકે અપક્ષ ઉમેદવાર રાકેશ મોદીએ સોગંદનામાની જગ્યાએ સાદા કાગળ પર બાંહેધરી લખી આપી હતી. જેનો અસ્વીકાર કરીને રિટર્નિંગ ઓફિસરે વોર્ડ નં.19માં અપક્ષ ઉમેદવાર રાકેશ મોદીનું ઉમેદવારીપત્ર રદ કરી દીધું હતું.