rajkaran SuratDarpan ગુજરાત

કેયુર રોકડિયા શહેરના નવા મેયર

 

વડોદરા: મહાનગર સેવાસદનના નવા પદાિધકારીઓની આજે સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત ભાજપ ઓિફસે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ડો. હીતેન્દ્ર પટેલની વરણી કરવામાંઆવી હતી.

ઢોલનગારા અને શરણાઈ તથા ફટાકડાના ધૂમધડાકાથી નવા પદાિધકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર ગૃહ ખાતે મળેલી પ્રથમ સામાન્ય સભામાં મેયર, ડે. મેયર.સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત સ્થાયી સમિતિના 11 સભ્યો સભામાં શાસક પક્ષા નેતા, તથા દંડકના નામોની દરખાસ્ત બહુમતિથી પસાર કરવામાં આવી હતી.

ન.પ્રા.શિક્ષણ સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે વ્યવસાયે બિલ્ડર

મહાનગર સેવાસદનાં મેયર પદે નવનિયુકત કેયુર રોકડીયા 16 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાયા હતા. 200ની સાલમાં મ.સ.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીમાં એફ.જી.એસ. તરીકે ચૂંટાયેલા ત્યારબાદ 2003 થી 2006 દરમિયાન ભાજપમાં વોર્ડ નં. 6 માં યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવી 2006 થી 2009 ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ 2010 થી 2012 ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા. 2012 થી 2017 માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે વરણી થઈ.

2016 થી 2020 સુધી ભાજપના શહેર મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી.2020 માં ફી રેગ્યુલેશન કમીટી વડોદરા ઝોનના સભ્ય પદે નિયુકત થયા હતા. 2021 માં સ્થાિનક સ્વરાજયની ચૂંટણી 2021 માં ભાજપ મધ્ય ગુજરાતના પ્રવકતા તરીકે સેવા આપી રહયા છે.  તેમણે મધ્ય ગુજરાતના પ્રવકતા તરીકેની શ્રેષ્ઠ કામગીરીની નોંધ પ્રદેશ કક્ષાએ લેવામાં આવી હતી.

ડેપ્યૂટી મેયર નંદાબહેન જોશી  બચપણથી સંઘના સંસ્કાર હેઠળ ઉછેરેલા છે

ડે.મેયર તરીકે નવનિયુકત નંદાબેન જોશીના િપતા કેશવરાવ જોશી તે જમાનામાં રાષ્ટ્રીય સેવક સંઘના અદના સ્વયંસેવક હતા એટલે નંદાબેનને નાનપણથી જ સંઘના સંસ્કાર મળેલા છે. સંઘની મહિલા પાંખ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં વિવિધ જવાબદારીઓ િનભાવી હતી. 1995 માં ભાજપમાં પ્રવેશ સાથે તેઓ રાજકારણના પ્રવાહમાં ભળ્યા હતા. જૂના વોર્ડ નં. 8 માં તેઓ ઉપપ્રમુખ પદે સૌ પ્રથમ જવાબદારી નિભાવી હતી.

ત્યારબાદ શહેર કારોબારી સભ્ય તરીકે નિમાયા હતા. તેમની કાર્યપધ્ધતિને અનુલક્ષી 2005માં ભાજપે તેમને િટકિટ આપતા તેઓ કોર્પોરેટર ચૂંટાયા હતા. દરમિયાન તેઓ વોર્ડની સમસ્યા હલ કરવામાં વ્યસ્તરહયા હતા. પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે તેમણે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. હાલમાં તેઓ શહેર ભાજપા મંત્રી તરીકે નિયુકત થયેલા છે. શહેર પ્રમુખ ડો. વિજય શાહે તેમની કામગીરીના પ્રતિભાવરૂપે ફરી એકવાર ટિકિટ આપતા કોર્પોરેટર પદે ચૂંટાઈ આવ્યા હતા.

પુન: નિયુક્તિ પામેલા સ્થાયી સમિતિના અધ્યક્ષ હોમિયોપેથ ડોકટર છે

ફરી એકવાર મહાનગર સેવાસદનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષપદે વરણી પામેલા ડો. હિતેન્દ્ર પટેલ લેઉઆ પાટીદાર સમાજના છે 51 વર્ષીય અધ્યક્ષ ડીએચએમએસ અભ્યાસક્રમ પૂર્ણ કરી હોમિયોપેથી ડોકટર તરીકે વ્યવસાય કરે છે. તેમની વિશેષ રૂચિ વકતા, વાંચન, લેખન, રમતગમત, સમાજ સેવા, ધાર્મિક, મેડિકલ, કેમ્પો યોજવા તથા વ્યસનમુક્તિ અિભયાનમાં છે. તેઓ અટલ સેવા સંઘના પ્રમુખ પદે કાનમ પાટીદાર સમાજના ટ્રસ્ટી આરોગ્ય ભારતી ગુજરાતના સભ્ય અન્ય બચાવ અિભયાનના પ્રણેતા સિવિલ ડિફેન્સ વનવાસી કલ્યાણ પરિષદ, વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે તથા મોર્નિંગ ટી ગ્રુપના સભ્ય છે. આ અગાઉ તેઓ સ્થાયી સમિતિના અધ્યક્ષપદ દરમિયાન તેમણે શહેરમાં સારી કામગીરી કરી હોવાથી તેની ભાજપના નેતાઓએ નોંધ લીધી હતી તેમજ શહેર ભાજપના ઉપપ્રમુખ રહી ચૂકયા છે.

Related posts

તમિલનાડુ ના કુડ્ડાલોર ની એક ફટાકડા ફેક્ટરી માં ધમાકા સાથે આગ લાગી, સાત ના મોત અને અનેક ઘાયલ

Surat Darpan

HSC-SSCનો પરીક્ષા કાર્યક્રમ:ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 10મેના રોજ પહેલું પેપર, સમય 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે

Surat Darpan

ગુજરાતમાં કોરોના કહેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1598 થી વધુ પોઝીટીવ કેસ અને 15 ના મોત, કુલ 2,06,814 કેસ

Surat Darpan

Leave a Comment