rajkaran SuratDarpan ગુજરાત સુરત

સુરતના મેયર તરીકે હેમાલી બોઘાવાલા ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની પસંદગી

સુરત:સુરત મનપાના (Surat Municipal Corporation) પદાધિકારીઓનાં નામો નક્કી કરવા માટે સોમવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં અપેક્ષા મુજબ જ માત્ર શહેર પ્રમુખ, ધારાભ્યો તેમજ સાંસદના અભિપ્રાયો લેવાયા બાદ જે-તે પદો માટે પેનલ બનાવી આખરી નિર્ણય પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil) તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર છોડવામાં આવ્યો હતો. પાર્લામેન્ટરી બોર્ડમાં થયેલી ચર્ચા મુજબ એવું ચિત્ર ઉપસ્યું છે કે, મેયર પદે સુરતી મહિલા આવે તો ડેપ્યુટી મેયર (Mayor) પદે સૌરાષ્ટ્રવાસી અને સ્થાયી સમિતિ ચેરમેન પદે સુરતી નગરસેવક આવી શકે છે. જ્યારે શાસક પક્ષના નેતા પદ માટે રાજસ્થાની, મરાઠી અને ઉત્તર ભારતીય વચ્ચે સ્પર્ધા થઇ હતી. ત્યારે શુક્રવારે એટલે કે 12 માર્ચના રોજ આખરે આ નામોની જાહેરાત થઇ ગઈ છે.

મેયર:-હેમાલી બોઘાવાલા
ડેપ્યુટી મેયર:-દિનેશ જોધાણી
સ્થાયી સમિતિ અધ્યક્ષ:-પરેશ પટેલ
શાસક પક્ષ નેતા:-અમિતસિંહ રાજપુત
દંડક:-વિનોદ પટેલ

ગુજરાતના 6 મહાનગરોમાં મેયર અને પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની ભાજપ દ્વારા અપેક્ષિત નામોની જ જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની બેઠકમાં પદાધિકારીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે. CM રૂપાણીના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં પસંદગીની છેલ્લી પ્રક્રિયા પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. જો કે આમાં ઘણા અન્ય નામો પણ વિકલ્પમાં હતા.

ભાજપનાં આંતરિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરત મહાનગર પાલિકાના મેયર પદ માટે ચાર નામની પેનલ બનાવાઇ હતી. તેમાં પ્રબળ દાવેદારો દર્શિની કોઠિયા તેમજ હેમાલી બોઘાવાલાની સાથે સાથે આરતી પટેલ અને સોનલ દેસાઇનાં નામ પણ મુકાયાં હતા. તો ડેપ્યુટી મેયર પદ માટે રાકેશ માળી, નરેશ ધામેલિયા, દિનેશ જોધાણી અને કિશોર મીયાણીનાં નામ મુકાયાં હતા. જ્યારે સ્થાયી સમિતિ માટે સુરેશ પટેલ, રાકેશ માળી અને કનુ પટેલ સહિત ચાર નામ મુકાયાં હતા. જ્યારે શાસક પક્ષ નેતા પદ માટે સોમનાથ મરાઠે, અમિત રાજપૂત અને વિજય ચૌમાલનાં નામો મુકાયાં હતા. જો કે, આ નામોમાંથી અમુક નામો માત્ર મૂકવા ખાતર મૂકવામાં આવ્યા હોય તેવું હતી.

Related posts

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1408થી વધુ પોઝીટીવ કેસ અને 15 ના મોત, કુલ 1,28,949 કેસ

Surat Darpan

આરસીબીએ તેનુ અધિકારીક એંથમ ગીત રજૂ કર્યું…….તેના પ્રશંસકો માટે ….

Surat Darpan

સુરત : વરાછામાં શાકભાજી વેચતી મહિલાઓ રડી પડી.

Surat Darpan

Leave a Comment