rajkaran SuratDarpan ગુજરાત સુરત

સુરત Bjp વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ ફોટો મુકતા વિવાદ

સુરત:સુરત શહેર ભાજપના આંજણા – ડુંભાલ વોર્ડ ન.19 ના વોટ્સએપ ગ્રુપમાં સતીષ રાણા નામના કાર્યકરે અશ્લીલ ફોટો મુકતા ગ્રુપના ભાજપી સભ્યો ક્ષોભજનક સ્થતિમાં મુકાય ગયા હતા. આ ગ્રુપમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના નેતાઓ ઉપરાંત માજી નગરસેવકો અને શહેર ભાજપના હોદ્દેદારો પણ સભ્ય છે.

સોમવારે રાત્રે 10 વાગ્યે સતીષ રાણાએ બિભત્સ ફોટો ગ્રુપમાં શેર કરી દીધો હતો. ગ્રુપમાં ફોટો સેન્ડ થયા બાદ સતીષ રાણાને આ બિભત્સ ફોટો ગ્રુપમાંથી તાત્કાલિક ડિલીટ કરવા વોર્ડ નં.19 ના માજી નગરસેવક રાજુ અગ્રવાલે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ ભાજપ પરિવાર ગ્રૂપ છે તો ફોટો જલ્દી ડિલીટ કરી દો. જો કે ત્યાર બાદ પણ ફોટો ડિલીટ થયો ન હતો જેને લઇ રાજુ અગ્રવાલે જણાવ્યું હતું કે આવી હરકત અશોભનીય છે જે ચલાવી ન લેવાય. મેં વોર્ડ પ્રમુખને આ બાબતે જણાવ્યું છે. જો કે ત્યારબાદ ઘણા સમય સુધી આ ફોટો ગ્રુપમાંથી ડિલીટ થયો ન હતો. અગાઉ પણ વોર્ડ નં.19 ના ભાજપ ગ્રુપમાં અશ્લીલ ફોટો વિડીયો અપલોડ થયા હતા. પૂર્વ વોર્ડ પ્રમુખ કેતન માટલીવાલાએ પણ આજ પ્રકારની હરકત ગ્રુપમાં કરી હતી.

Related posts

‘No Time to Die’ trailer shot may have given a glimpse of the upcoming Nokia 8.2 5G smartphone

cradmin

જાણીતા બિલ્ડર રમણભાઈ પટેલના ઘરે અને ઓફિસમાં વહેલી સવારથી ઇન્કમટેક્સનાં દરોડા

Surat Darpan

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1281 થી વધુ પોઝીટીવ કેસ અને 08 ના મોત, કુલ 1,91,642 કેસ

Surat Darpan

Leave a Comment