SuratDarpan ગુજરાત સુરત

સુરતમાં શનિ-રવિ કાપડ માર્કેટ, રવિ-સોમ હીરા ઉદ્યોગ બંધ

સુરત:શહેરમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ વકરતા પાલિકા કમિશનર અને મેયર દ્વારા શહેરના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના સંગઠનોને સપ્તાહમાં બે દિવસ ઉદ્યોગ-વેપાર બંધ રાખવા અપીલ કરવામા આવી હતી.

ખાસ કરીને સુરતની કાપડ માર્કેટોમાં કોરોના પોઝિટિવના કેસો મળી આવ્યા પછી પાલિકા કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેને પગલે કાપડ માર્કેટમાં ચારે સંગઠનોએ બેઠક યોજ્યા પછી આગામી શનિવાર અને રવિવારે એટલે કે 20અને 21 માર્ચના રોજ ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ અને મહામંત્રી ચંપાલાલ બોથરા દ્વારા બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી.

ત્યાર બાદ સુરત મનપા કમિશનર અને મેયરે સુરત ડાયમંડ એસોસિયેશન અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે મીટિંગ કરી કોરોનાના કેસો વધતા ડાયમંડ મેન્ફેક્ચરિંગ યુનિટ અને હીરા બજારો બંધ રાખવાની અપીલ કરી હતી. જેને પગલે સુરત ડાયમંડ એસોસિએયશનના મંત્રી દામજી માવાણીએ હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરી હતી.

 

Related posts

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1404 થી વધુ પોઝીટીવ કેસ અને 11 ના મોત, કુલ 1,36,004 કેસ

Surat Darpan

WADA monitoring coronavirus-hit areas for dope test gaps

cradmin

દેશ માં કોરોના સંક્ર્મીતો ની સંખ્યા 47 લાખ ને પાર, 24 કલાક માં 10 લાખ થી વધુ કોરોના પરીક્ષણ કરાયા

Surat Darpan

Leave a Comment