SuratDarpan ગુજરાત સુરત

પલસાણામાં 25મી સુધી સ્વૈચ્છીક લોકડાઉન

 

સુરત (પલસાણા): સુરત જિલ્લાના પલસાણા ગામમાં વેપારીઓએ આગામી 25 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે સવારે 7 થી 12 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

પલસાણાના વેપારીઓ ગ્રામ પંચાયતમાં ભેગા થઈ આગેવાનો સાથે ચર્ચા કરી મહત્વનો નિર્ણય લીધો હતો. કોરોના સંક્રમણને રોકવા માટે પલસાણાના વેપારીઓએ લીધેલા સરાહનીય નિર્ણયને સ્થાનિક લોકોએ વધાવી લીધો હતો. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો આગામી 25 તારીખ સુધી બંધ રાખવામાં આવશે. કોરોનાના કારણે હવે નાના શહેરોથી લઈ ગામડાઓ સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્યા છે.

Related posts

વિશ્વ બજાર માં હલચલ હોવા છતાં સતત 21 માં દિવસે પેટ્રોલ-ડીઝલ ના ભાવો સ્થિર

Surat Darpan

સુરત : સરકારી નર્સિંગ કોલેજ વિદ્યાર્થીની બહેનો કોરોનાગ્રસ્ત ભાઇઓને બાંધશે રક્ષાસૂત્ર

Surat Darpan

સુરતમાં 776 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા

Surat Darpan

Leave a Comment